કસોલ
મીની ઇઝરાઇલ
🔵 દેશનું નામ : ભારત
🟡 ઊંચાઈ : 5,180 ફૂટ
🟢 રાજ્યનું નામ : હિમાચલ
🟣 જીલ્લો : કુલ્લુ
🟡 સ્થળનું નામ : કસોલ
🟤 લેખક : 🖋️ ડૉ ઋષિકેશ પાંડવ
🟢 પ્રવાસ તા. : ૧૯-૦૫-૨૦૨૪
🟡 લેખન કાર્ય : ૯-૦૬- ૨૦૨૪
🔴 www.falconwings.in
🟠 falconwingstours@gmail.com
હિમાચલ પ્રદેશમાં અસંખ્ય નાના મોટા ગામ નદી કિનારે વસેલા છે, પણ બધા ગામો માં કસોલ નામના ગામે કોરોના કાળ પછી ઓછા સમયમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી લીધી હોય એવું લાગે છે, હિમાચલના પ્રવાસે નીકળેલા દરેક પ્રવાસીઓ પોતાના લિસ્ટમાં કસોલ ગામનો જરૂર થી ઉમેરો કરે છે આથી કસોલ જવા વાળા પ્રવાસીઓમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. આ જ સમીકરણ આ વખતે પણ કારણભૂત નીવડ્યું અમારા 46 ના ગ્રુપ માંથી ઘણા તો કસોલ જવાની શરતે જ ટુર માં સાથે જોડાયા હતા.
આમ તો હું ટ્રેકિંગ કરવા કે ફરવા છાશવારે હિમાચલ પ્રદેશ જતો હોઉં, એટલે મારે અવાર નવાર કસોલ જવાનું થતું જ રહેતું હોય, પરંતુ આ વખતે મારી સાથે 30 મિત્રો અને તેમના કુલ 16 બાળકો મળીને કુલ 46 જણ અમે હિમાચલ ના પ્રવાસે નીકળ્યા હતા. એ બધા મિત્રોમાંથી બે ચાર મિત્રો ને બાદ કરતા બાકીના મિત્રોનો આ હિમાચલ નો પેહલો પ્રવાસ હતો એટલે સૌ કોઈ કસોલ જવા માટે ખૂબ ઉત્સુખ હતા. અમે અમદાવાદથી, મે મહિનાની 18 મી તારીખે સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. ગ્રુપ માં 46 વ્યક્તિ હોવાથી દિલ્હીથી કસોલ જવા માટે, મે આખી વોલ્વો બસ બુક કરી હતી. બસનો સમય રાતે 10:00 વાગ્યા નો હોવાથી અમે બધા દિલ્હી માં "મજનુ કા ટિલા" કે જ્યાંથી હિમાચલ તરફ જવા માટેની બસ ઉપડતી હોય છે, ત્યાં પહોંચી ગયા. બસ ની ડેકી માં અમારો સર-સામાન વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયો એટલે અમારી બસ રાતે 10.30 વાગે કસોલ તરફ રવાના થઈ. અમારા 46 વ્યક્તિના ગ્રુપ માંથી અડધા મિત્રોએ અગાઉ ક્યારેય હિમચલ પ્રદેશનો પ્રવાસ ખેડ્યો ના હતો એટલે એ બધા મિત્રો બાકીના મિત્રો કરતા વધારે જોશ માં હતા.ખૂબ લાંબુ અંતર કાપવાનું હોવાથી બસમાં એક બે કલાક વાતો ને ગપ્પાબાજી કર્યા બાદ અમે સૌ બસમાં પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા. કસોલ પહોંચતા લગભગ 12 કલાક જેટલો સમય લાગતો જ હોય છે, એટલે અમે કસોલ સવારે લગભગ 11 વાગ્યાની આજુબાજુ પહોંચી ગયા. કસોલ માં મે મારી ટુરિઝમ કંપની FALCONWINGS દ્વારા પેહલે થી જ પાર્વતી વેલી માં પાર્વતી નદી કિનારે વુડન કોટેજ અને સ્વિસ ટેન્ટ બુક કરાવી રાખ્યા હતા જેથી અમારા આવડા મોટા ગ્રુપ ને કોઈ અગવડતા ના પડે. જેવો અમારો સ્ટે આવ્યો એટલે અમે સૌ પોતાનો સરસામાન લઈ ને પોત પોતાને આપેલા રૂમમાં ગોઠવાઈ ગયા. ગઈ રાત નો ઉજાગરો અને ખૂબ લાંબી મુસાફરી કરી હોવા છતાં કસોલનું ગુલાબી આહલાદક વાતવરણ જોઈ ને બધામાં ઊર્જા નો સંચાર થઈ ગયો, ને જાણે પાછલી રાતની ઊંઘ પૂરી ના થઈ હોવા છતાં બે ત્રણ કલાક ના આરામ કર્યા બાદ બધા ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થયા બાદ અમે સૌ અમારા કોટેજની પાછળ જ લગભગ 100 મિટર દૂર પાર્વતી નદી નો પટ હોવાથી અમે સૌ ફેમિલી એક પછી એક ત્યાં ગયા. (મે પેહલે થી જ એવી જગ્યા એ રિસોર્ટ બુક કર્યો હતો કે જ્યાંથી સીધું નદી કિનારે ટેહલવા જઈ શકીએ. ) પુર જોશ માં વેહતી નદીના મધુર અવાજના સાનિધ્યમાં ઘણા મિત્રો શાંતિથી નદીના કિનારે મોટા મોટા ખડકો જેવા પથ્થરો પર બેઠક જમાવી તેમજ અમુક ફેમિલી અવનવી મુદ્રા માં ફોટા લેવા માં તલ્લીન થઈ ગયા. બાળકો નદી ના પટ માં ખેલ કુદ કરવા લાગ્યા. નદી ની ચારેય બાજુ ગગનચુંબી લીલી ચૂંદડી ઓઢેલા પહાડો, પાર્વતી વેલીને અનેરી સુંદરતા બક્ષતા હતા. નદી નું પાણી તો જાણે હિમ જોઈ લ્યો..!! નાહવાની વાત તો એક બાજુ મજાલ છે, કોઈ હાથ પગ પણ બોળે..!! બસ ખાલી તમે પાણી જોઈ'ને મજા લ્યો તમતારે, બીજી કોઈ વાત નહિ. અમારા 46 વ્યક્તિ સિવાય અન્ય કોઈ પ્રવાસી અહી નદી કિનારે નહોતું જાણે અમારો પ્રાઇવેટ નદી કિનારો હોય એવું લાગી રહ્યું હતું. બધા મિત્રો આ દુર્લભ નજારો જોઈ ને ભાવ વિભોર થઇ ગયા
બે કલાક જેટલો સમય નદી કિનારે વિતાવ્યા બાદ અમે સૌ કસોલ ગામ અને તેની બઝાર જોવા માટે સૌ સૌ ના પેહલેથી બુક કરાવેલ ટેમ્પો ટ્રાવેલર્સ માં બેઠા અને કસોલ ગામ તરફ રવાના થયા. અમારો રિસોર્ટ કાસોલ ગામ થી 3.0 કિમી પેહલા પાર્વતી વેલી માં હતો એટલે 3 કિમી ટેમ્પો માં બેસી ને અમે કસોલ ગામ પહોંચ્યા. કસોલ ગામની નાનકડી બઝાર વેકેશન ના લીધે પ્રવાસીઓ થી ઉભરાઈ રહી હતી. અવનવી ડિઝાઇનના કપડા અહી બધી દુકાનોની બહાર લટકેલા હતા. અમારા માંથી ઘણાયે મોંઘુદાટ હોવા છતાં ઘણી ખરીદી કરી અને બાળકો અને તેમના મમ્મી પપ્પા ભૂખ્યા થયા હોવાથી કસોલની બઝાર માં ત્યાંની લોકલ ફૂડ આઇટમો સુસી અને મોમો જેવી વાનગીઓ ખાધી અને ત્યાં થી પગપાળા જ ચાલાલ અને રસોલ ગામ તરફ જવા પ્રયાણ કર્યું.
કસોલ ગામની વાત કરીએ તો, કસોલ દિલ્હીથી ૫૨૭ કીમી અને મનાલી થી ૭૬ કિમિ દૂર , હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલી પાર્વતી વેલીની ગોદમાં કુદરતના ખોળે વસેલું નાનું એવું ગામ છે. ભુન્તર ગામથી મણિકરણ જતા રસ્તામાં કસોલ આવે છે. કસોલ અવિરત ખળ ખળ વહેતી પાર્વતી નદીના કિનારે વસેલું અતિ રળિયામણું ગામ છે. દૂર દૂર થી સહેલાણીઓ આ ગામ ની સુંદરતા જોવા આવે છે. કસોલ ને એડવેન્ચર નું પેરેડાઈઝ કહેવામાં આવે છે. કેમ કે અહી થી હિમાચલ ના મોટાભાગ ના ટ્રેક શરૂ થાય છે એટલે કસોલ એ બધા ટ્રેક ના બેઝ કેમ્પ તારીખે પ્રખ્યાત છે. કોઈપણ ટ્રેક કરવો હોય તમારે તો કસોલ તો આવવું જ પડે. કસોલ થી સારપાસ, ખીરગંગા, પૂલગા, તોષ ગામ તરફ જતા ટ્રેક શરૂ થાય છે. વર્ષો પહેલા ઘણા ઇઝરાઈલના પ્રવાસીઓ અહીં ફરવા આવેલા અને આ ગામ ની અતુલિત સુંદરતા નિહાળીને ( સરકાર ની પરવાનગી થી) અહીં ને અહીં જ સ્થાયી થઈ ગયા , તેમજ દર વર્ષે ઇઝરાઇલ દેશના 500-700 લોકો જરૂરથી અહી ફરવા માટે આવે છે, આ કારણોસર કસોલ મીની ઇઝરાઈલના નામથી પણ વિખ્યાત છે. અહીંની મોટા ભાગની વસ્તી ઇઝરાઈલના લોકોની છે. અહીંના લોકોનો પહેરવેશ એટલો બધો આધુનિક છે કે તમને એક ક્ષણ માટે એમ પણ થઈ જાય કે હું ક્યાંક ભારત ની બહાર તો નથી ને..!! આ ગામ ની એક વિશેષતા છે, જે પણ વ્યક્તિ પ્રથમ વાર કસોલ આવે, એ એના જીવનમાં બીજી વાર અચૂક આ ગામની મુલાકાત લે, એ વાત ચોક્કસ છે.
અવિરત ખળ ખળ વેહતી નદી અને ઉંચા બર્ફીલા પર્વતો વચ્ચે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો તમને અનહદ શોખ હોય તો તમારા માટે કસોલ ફરવા માટેની અતિ ઉત્તમ જગ્યા છે. આમ તો કસોલમાં ડિસેમ્બરના અંતમાં સ્નોફોલ થવાની શરૂઆત થઈ જાય છે, જે માર્ચ એપ્રિલ સુધી રહે છે, ત્યારે અહી પારો માઇનસમાં જતો રહે છે. જ્યાં જોવો ત્યાં સફેદ દૂધ જેવી બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે. એટલે બરફ ના પ્રેમી પ્રવાસીઓએ જો કસોલને સફેદ કલરમાં જોવું હોય તો તેમણે જાન્યુઆરીથી માર્ચ સુધી અહી ફરવા આવવું. એપ્રિલથી ઓકટોબર સુધી અહી એક દમ ખુશનુમા વાતાવરણ જોવા મળે છે. પહાડો લીલાછમ, નદીનો કલર આછો લીલો કે બ્લુ અને આકાશ આછા વાદળી કલર નું..!! જોતા જ આંખો ઠંડક મળે તેમજ ના ગરમી કે ના ઠંડી નો એહસાસ..!! ફરવા માટેની એક દમ સરસ સીઝન. આ સીઝનમાં અહી પ્રવાસીઓનો વધારે ધસારો જોવા મળે છે. બસ હવે તમારે નક્કી એ કરવાનું રહ્યું કે તમને ક્યું કસોલ ગમે ? બરફ ની સફેદ ચાદર ઓઢેલું ઠંડુગાર કસોલ કે લીલાછમ પહાડોથી ઘેરાયેલું, ખુલ્લા વાદળી આકાશ વાળું ખુશનુમા કસોલ...??
🟩 Dr Rushikesh Pandav
🟦falconwings Tourism
🟡 A symbol Of Freedom
falconwings.in
falconwingstours@gmail.com
📱 9925231969
📱 9106666911