તાંદી

પૌરાણિક સ્થળ

🔵 દેશનું નામ : ભારત

🟠 ઊંચાઈ : ૮૪૩૦ ફૂટ

🟢 રાજ્યનું નામ : હિમાચલ પ્રદેશ

🟣 જીલ્લો : લાહોલ અને સ્પીતી

🟡 સ્થળનું નામ : તાંદી

🔵 લેખક : 🖋️ ડૉ ઋષિકેશ પાંડવ

🟢 પ્રવાસ તા. : ૨૧-૦૫-૨૦૨૪

🟡 લેખન કાર્ય : ૨૯-૦૫- ૨૦૨૪

🟣 વેબસાઇટ: falconwings.in

તાંદી ગામ

૨૦૨૪ નો મે મહિનો ..!! એમાં પણ ધોમધખતી ૪૬-૪૭ ડિગ્રી જેટલી અસહ્ય ગરમી..!

આવી કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા અમે ૩૦ મિત્રો, ને તેમના કુલ ૧૬ બાળકો એમ કુલ મળી ને ૪૬ જણ ...!! હિમાચલ પ્રદેશના લાંબા પ્રવાસે નીકળી પડ્યા.

હિમાચલ પ્રદેશમાં ઘણા નાના મોટા ગામ નદી કિનારે વસેલા છે. હિમાચલ પહોંચ્યા પછી શરૂઆત માં નદીકિનારે વસેલા ત્રણ ચાર ગામની મુલાકાત લઈ ને અમે તાંદી ગામ જવાનું નક્કી કર્યું. તાંદી બે નદીઓના સંગમ કિનારે વસેલું અને પૌરાણિક ગાથાઓ સાથે જોડાયેલું અત્યંત રમણીય અને સુંદર ગામ છે. એ બે નદીઓ વિશેની માહિતી હું તમને થોડી વાર પછી આપીશ, એ પેહલા તાંદી ગામ વિશે થોડી જાણકારી મેળવી લઈએ.

મનાલી લેહ માર્ગમાં અટલ ટનલ નું નિર્માણ થાય પછી લાહોલ વેલીમાં વસેલા ઘણા ગામોનું અંતર મનાલીથી ૪૫-૫૦ કિમી જેટલું ઘટી ગયું હોવાથી હિમાચલના આવા આંતરિયાળ ગામની મુલાકાત લેવાનું મહદઅંશે સરળ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના મનાલીથી 64 કિમી તેમજ સિસ્સુ ગામ થી 30 કિમી અને કેલોંગ થી 7 કિમી દૂર પટ્ટન ઘાટીમાં આવેલું ચંદ્રા અને ભાગા નામની બે પવિત્ર નદીઓના સંગમ કિનારે વસેલું આ ગામ ખૂબ પૌરાણિક મહત્વ ધરાવે છે.

તાંદી ગામને તેની શુધ્ધતા અને પવિત્રતા ને કારણે હિમાચલનું હરિદ્વાર પણ કેહવામાં આવે છે. ભગવાન શ્રીરામના ગુરુ ઋષિમુનિ શ્રી વશિષ્ઠના અંતિમ સંસ્કાર પણ અહી કરવામાં આવ્યા હતા , તાંદી એટલે કે "તન દેહી", વશિષ્ઠ ઋષિ એ અહી દેહ ત્યાગ કર્યો હોવાથી આ સ્થળનું નામ તાંદી પડ્યું હોવાની એક દંતકથા છે.

આ ગામ એટલું સુંદર છે કે, જો તમે એક વાર આ ગામની મુલાકાત લો ,તો બીજી વાર તમને અવશય અહી આવવાનું મન થાય એ ચોક્કસ છે. અહી તમને ચારેય બાજુ બારેમાસ બર્ફીલી પહાડીઓ જોવા મળે છે. અહી પ્રવાસીઓ ની અવર જવર ના કે બરાબર હોવાથી તમને બિલકુલ કોલાહલ કે અવાજ સાંભળવા મળતો નથી. ડિસેમ્બર -જાન્યુઆરીમાં હિમવર્ષા થયા પછી આ ગામ માં આવવું ખૂબ કઠિન થઈ જાય છે. શિયાળામાં અહી રસ્તા ઉપર બરફ ના 5-6 ફૂટ ઉંચા થર જોવા મળે છે. ખૂબ ઓછા લોકો ને ખબર હશે કે, તાંદીથી ૫૦ કિમી દૂર , ત્રીલોકીનાથ મહાદેવનું ખૂબ પ્રાચીનતમ મંદિર આવેલું છે. સ્થાનિક વસવાટ કરતા લોકો સિવાય ભાગ્યે જ કોઈ પ્રવાસી આ મંદિરે દર્શન કરવા જતું હશે, પણ અમે સૌ નસીબદાર હોઈશું જેથી મહાદેવની ઈચ્છાથી અમને સૌને ત્રીલોકીનાથ મહાદેવના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

મનાલીથી લેહ જતા લાહોલ ઘાટીમાં તમને મનાલી પછી આ ગામમાં છેલ્લો પેટ્રોલ પંપ જોવા મળશે પછી આગળ ૪૨૯ કિમી સુધી બીજે ક્યાંય પેટ્રોલ પંપ ની વ્યવસ્થા નથી.

અમે સૌ મિત્રો તા.૨૧-૫-૨૪ ની સવારે તાંદી ગામ પહોંચ્યા, ત્યાં મારી ટુરિઝમ કંપની FALCONWINGS દ્વારા તાંદી ગામની સીમ માં એટલે કે ગામ થી થોડેક દૂર એક પહાડ ઉપર પેહલેથી જ મે એક સુંદર કોટેજ બુક કરાવ્યા હતા. કૉટેજની આજુ બાજુ સુંદર મજાના ફૂલછોડ તેમજ સફરજનના ઝાડ અને નાનકડા ખેતર તે સ્થળની સુંદરતા માં ઉમેરો કરતા હતા. કોટેજથી લગભગ 1 કિમી દૂર સુધી કોઈ પણ પ્રકાર નું બાંધકામ કે હોટેલ કે ઘર પણ નોહતું એવી જગ્યા એ અમારો સ્ટે હતો.

કોટેજ રસ્તાથી ઘણા ઊંચાઈ ઉપર હતા લગભગ ૩૦-૪૦ દાદરા ચડીને કોટેજ સુધી પહોંચીને અમે સૌ પોત પોતાના રૂમમાં પોતાનો સરસામાન મૂકી ને ફ્રેશ થયા. કોટેજમાંથી બહાર નીકળી ને જોઈએ તો દૂર દૂર બર્ફીલી સફેદ ચૂંદડી ઓઢી ને અડીખમ ઉભા હોય એવા ગગન ચૂંબી પહાડો દેખાઈ રહ્યા હતા.

સાંજ ના ૪ વાગવા આવ્યા હતા અને ઠંડી ખૂબ વધી રહી હતી લગભગ ૬-૭ ડિગ્રી તાપમાન હશે. ફ્રેશ થઈ ને સાંજે અમે સૌ કોટેજની આજુબાજુ આંટો મારવા નીકળ્યા. ઠંડી ઉડાડવા અમે થોડું દોડ્યા અને કસરત કરી એટલે થોડો ગરમાવો આવ્યો. ત્યારબાદ જ્યાં ચંદ્રા અને ભાગા નદી નું મિલન થતું હતું ત્યાં ચાલતા ચાલતા ગયા બંને નદીના સંગમ ઉપર પહોંચીને નદીનું નિર્મળ જળ જોઈને મને તો નાહવાનું મન થઇ ગયું પણ નદીનું પાણી અત્યંત ઠંડુ અને ધસમસતો પ્રવાહ હોવાથી અહી પ્રશાસને સૂચના લખી હતી કે અહી કોઈએ નાહવું નહિ.

ચંદ્રા અને ભાગા બંને નદી સાથે મળી ને ચંદ્રભાગા નદી નું નિર્માણ કરે છે. સમુદ્ર સપાટી થી ૩,૨૫૦ મીટર ઉંચ્ચાઈ પર આ તાંદી ગામ માં આ જગ્યા એ બંને નદી નું મિલન થાય છે સમુદ્ર સપાટી થી ૪,૮૮૩ મીટર ઊંચ્ચાંઈ પર બારલાચા પાસ પાસે થી ચંદ્રા અને ભાગા ની ઉત્પત્તિ થાય છે. ચંદ્રા નદી ૪,૨૫૦ મીટર ઉંચ્ચાંઈ પર એક તળાવ નું નિર્માણ કરે છે, એ તળાવ ને આપણે ચંદ્રતાલ લેક ના નામ થી ઓળખીએ છીએ. ચંદ્રભાગા નદી હિમાચલમાં વેહતી વેહતી જમ્મુ કાશ્મીર માં પ્રવેશીને પાકિસ્તાનમાં સિંધુ નદી માં ભળે છે. આ નદી હિમાચલ માં ૧૨૨ કિમી લાંબી છે અને ૧૨૦૦ કિમી એની કુલ લંબાઈ છે. આ નદી જમ્મુ કશ્મીર માં ચીનાબ નામે ઓળખાય છે. આ નદી અતિ પ્રાચીનતમ નદી છે , વેદ માં પણ આ નદી નો ઉલ્લેખ જોવા મળે છે. વેદો માં આ નદી ને અસ્કીની નામ આપવામાં આવ્યું છે..

એક પ્રાચીન કથા અનુસાર એક ઋષિ કન્યા ચંદ્રભાગા ખૂબ સ્વરૂપવાન હતી , આ કન્યા એ પોતાના સ્વરૂપ થકી સૂર્યદેવ ને આકર્ષિત કર્યા હતા. સૂર્યદેવ આ ચંદ્રભાગા થી આકર્ષિત થઈ ને આ કન્યા ને પામવા તેની પાછળ આવ્યા, પરંતુ ચંદ્રભાગા એ સૂર્યદેવ ને સમર્પિત થવાની ના પાડી એટલે વ્યાકુળ સુર્યદેવે ચંદ્રભાગા નો પીછો કર્યો અને સૂર્યદેવ થી બચવા ચંદ્રભાગા એ નદી માં પડી ને આત્મહત્યા કરી લીધી, આ પ્રકારે ચંદ્રભાગા પોતાના સતીત્વ ની રક્ષા કરવા માં સફળ રહી. ત્યાર થી આ નદી નું નામ ચંદ્રભાગા પડ્યું એવું કેહવાય છે. માઘ મહિના ની પૂર્ણિમા ના સાતમા દિવસે સમગ્ર હિમાચલ તેમજ દેશભર માંથી લોકો અહી સ્નાન કરવા આવે છે. અને ઋષિકન્યા ચંદ્રભાગા ને શ્રદ્ધાંજલી અર્પિત કરે છે.

જો તમને ભીડભાડ થી દુર નદી કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં રેહવાની ઈચ્છા હોય તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે.

🟩 Dr Rushikesh Pandav

🟦falconwings Tourism

🟨 A symbol Of Freedom

falconwingstours@gmail.com

📱 9925231969

📱 9106666911